ગુજરાતી વ્યાકરણ – રૂઢિપ્રયોગો :- તલાટી, જુનિયર ક્લાર્ક ,ઑફિસ આસિસ્ટન્ટ,GPSC-1/2 અને બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે gujarati vyakaran
1.ફૂલ ગૂંથવા — નવરા બેસી રહેવું
2.ફેર પાઘડી બાંધવી — બોલીને ફરી જવું
3. પગરખાંમાં પગ મૂકવા –સરસાઇ કરવી, બરાબરી કરવી
4.પાઘડીનો પેચ સંભાળવો– આબરૂ સંભાળવી
5.બત્રીસ કાંઠે દીવા થવા– અંતરમાં ચોતરફથી નિરાંત થવી
6.બલૈયાં ખેંચવાં–ફારગતી આપવી ,હિસાબ માંડી વાળવો
7.ધાણી-દાળિયા જુદા થવા — અણબનાવ થવો
8.દિવસપાણી કરવાં–મરણ પાછળ ક્રિયાખરચ કરવાં
9. તુંબડાં ચલાવવાં –સાચાંજૂઠાં કરી બે પક્ષોને લડાવી મારવું
10.ડૂંટીની દાઝ હોવી — ભારે વેર હોવું
11 ચીકણું જોઈ લપસી પડવું –રૂપ કે ધન જોઈ મોહી પડવું
12.કાટલાં કૂવામાં નાખવાં –ગઇ ગૂજરી ભૂલી જવી
13.કાંચળી પહેરવી –નામર્દ હોવું
14. કાંસીજોડાં વગાડવાં –ધન ખૂટી જવું
15.કોટના કાંગરા કૂદી જવા –મર્યાદા ઓળંગી જવી
રોજરોજ નું નવીનતમ કરન્ટ અફેર્સ અને પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી વેબ સાઇટ મુલાકાત લો.
આ પણ વાંચો :- ગુજરાત ના મુખ્યમંત્રીઓ વિશે GK ના 20 બેસ્ટ પ્રશ્નો